ઉનાળામાં CNG કાર ચલાવતા હોય તો રાખજો આ સાવચેતી નહીં તો ભડકો થતાં વાર નહી લાગે

CNG kit: શું તમે તમારી ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવવા વિશે વિચારી રહ્યા છો?. શું તમે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છે સીએનજી કિટ સાથે જોડાયેલી તમામ માહિતી..

Also read પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન લો / Without Prescriptiona

CNG

તમારી કારમાં છે CNG કિટ?

પેટ્રોલ કરતા ડીઝલની કિંમત ઓછી છે, તેમ છતાં પેટ્રોલ કાર લોકોને ડીઝલ કાર કરતા સસ્તી પડે છે. આની પાછળનું કારણ શું છે? પાછલા કેટલાક વર્ષોથી પેટ્રોલ કાર ચલાવતા લોકો કોમ્પેક્ટ નેચલ ગેસ (CNG)ને પસંદ કરી રહ્યા છે. આની પાછળનું કારણ છે કે પેટ્રોલ અને ડીઝલ બન્ને કરતા CNG વધારે સસ્તો છે. CNG કાર સસ્તી હોવાની સાથે પણ કેટલીક તકલીફો ડ્રાઈવર અને તેમાં સવાર લોકોને સતાવતી રહે છે. CNGથી ચાલતી કારો સળગવાના કિસ્સાના કારણે તેને લઈને લોકોની ચિંતા વધી જાય છે. પણ કેટલીક તકેદારી રાખવામાં આવે તો મોટી જાનહાની કે સમસ્યાથી દૂર રહી શકાય છે.

Also read ગરમીમાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી શરીરને થશે આ 4 મોટા ફાયદા

આ વાતોનું ખાસ ધ્યાન રાખો..

તમારી કારમાં છે CNG કિટ ? તો રાખો આ બાબતોનું ધ્યાન

શરુઆત પેટ્રોલમાં કરો
1 કિલોમીટર જેટલી કારને પેટ્રોલમાં ચલાવવી
કંપનીમાં યોગ્ય સમયે સર્વિસ કરાવવી
સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી
સારી કંપનીની CNG કિટ ફીટ કરાવો
CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો
ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો
કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી
CNG કારની કિટને ચેક જરુર કરાવી લેવી

Also read હળદરનું દૂધ પીવું: 13 ભયંકર રોગોનો સોનેરી ઉપાય

શરુઆત પેટ્રોલમાં કાર ચલાવો

આજકાલ સારી ટેક્નોલોજીવાળી કિટમાં આપોઆપ કાર પેટ્રોલમાં શરુ થઈને CNGમાં કન્વર્ટ થઈ જાય છે. પણ જો કાર આપમેળે પેટ્રોલમાં ચાલું ન થતી હોય તો તેને પેટ્રોલમાં ચાલું કરવી જોઈએ. સામાન્ય રીતે 1 કિલોમીટર જેટલી કારને પેટ્રોલમાં ચલાવવી જોઈએ. આમ થવાથી તમારી કારને પુરતું લ્યુબ્રિકન્ટ મળી જાય છે એન્જિનને ઓછું નુકસાન થાય છે. આવામાં કાર સીધી CNGમાં ચાલું થતી હોય તો ક્યારે સ્પાર્ક સાથે આગ લાગવાની સંભાવનાઓ રહેલી હોય છે.

Also read ITC Limited is Hiring Business Development Executives | Work From Office | Apply Online

યોગ્ય સમયે સર્વિસ કરાવવી

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કાર કે અન્ય કોઈ પણ વાહનમાં કંપની દ્વારા ફ્રી સર્વિસ આપવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પછી વાહનમાં કોઈ તકલીફ થાય તો તેને સામાન્ય ગેરેજમાં જઈને રિપેર કરાવવામાં આવતું હોય છે. આવું જ કારના કિસ્સામાં પણ થાય છે, પણ તમારી કાર જે કંપનીએ બનાવી હોય તેની પાસે વધુ માહિતી રહેલી હોય છે. અને સારા સાધનો હોવાથી કારમાં રહેલી ઝીણામાં ઝીણી ખામીને શોધીને તેને દૂર કરાતી હોય છે.

Also read ગરમીમાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી શરીરને થશે આ 4 મોટા ફાયદા

CNG કિટની સર્વિસ પણ જરુરી

સીએનજી કાર ફીટ કરાવો ત્યારે તેની એક્સપાયરી ડેટ અને સર્વિસ અંગે માહિતી આપવામાં આવતી હોય છે માટે જો સમય થઈ જાય અને કિટમાં કોઈ તકલીફ ન હોય તેમ છતાં સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી જોઈએ.
જો સર્વિસનો સમય 15,000 કિલોમીટરનો આપવામાં આવ્યો હોય તો કાર 14,000 કિલોમીટર દોડે તે પછી તેની સર્વિસ કરાવી લેવી જોઈએ. અગમચેતી પગલા ભરવાથી મોટી તકલીફને ટાળી શકાય છે.

Also read બેસવાની ખોટી રીતથી માથું, ગરદન અને પીઠનો દુખાવો થાય છે

સારી કંપનીની CNG કિટ ફીટ કરાવો

સ્પેશિયાલિસ્ટ પાસે જ CNG કિટ ફિટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કાર ખરીદ્યા પછી તમે CNG કિટ ફિટ કરાવો છો તો ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પરથી જ કિટ ફિટ કરાવવી જોઈએ. કારણ કે CNG કિટ ફિટ કરતી વખતે કેટલીક નાની-નાની બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. જો કિંમત જોઈને કે પછી અજાણી કંપની પાસે CNG કિટ ફીટ કરાવશો તો કારમાં વણ જોઈતું વાઈબ્રેશન, એક્સેલેરેશન ઈરેગ્યુલર થવું વગેરે જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

Also read Best Portable Battery Charger: The Ultimate Guide

સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરાવો

કાર CNG પર ચાલતી હોય તો સ્પાર્ક પ્લગ વહેલો ખલાસ થઈ જાય છે. બે રીતે તમે આ સમસ્યાને દૂર કરી શકો. એક તો તમે CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો અથવા તો તમે તમારા મિકેનિકને કહી શકો છો કે સ્પાર્કની મેટાલિક ટીપ વચ્ચે થોડી જગ્યા રાખે. આ સિવાય તમે ગેરેજમાં સ્પાર્ક બદલાવાનું શીખીને એક્સ્ટ્રા સ્પાર્ક સાથે પણ રાખી શકો છો.

Also read માટલાના પાણીના અદ્ભુત ફાયદા

ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો

CNG ટેંકમાં ગેસ ઓછો થતા પ્રેશર પણ ઓછું થાય છે અને તેના કારણે વાલ્વ પર વધુ દબાણ આવે છે. આ સ્થિતિમાં વાલ્વ ફાટવાનું જોખમ રહે છે. માટે વાલ્વને નિયમિત રુપે બદલતા રહેવુ જોઇએ..અને .ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો…

Also read ખૂબ જ ફાયદાકારક છે લીંબુનો રસ. જાણો તેના ફાયદા

CNG ટેંકની સર્વિસ જરુરી

Also read OpenAI offers reward for finding safety bug in ChatGPT, millions of rupees for users

CNG-કિટ ફિટ કરાવતી વખતે CNG કિટની સર્વિસ અંગેની માહિતી આપવામાં આવે છે, નક્કી કરેલો સમય થાય ત્યારે CNG કારની કીટને ચેક જરુર કરાવી લેવી જોઈએ. કિટના કેટલા વાલ્વ, ટાંકીની મજબૂતાઈ વગેરે અંગેની તપાસ કરવામાં આવતી હોય છે.
આ સાથે કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી જોઈએ જેથી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને મોટી દુર્ઘટના બનતા રોકી શકાય.

Also read ઉનાળામા ઉનાળામા મુલાયમ સ્કીન બનાવવા ઉપયોગી નુસખા

ટાયરમાં હવાનું દબાણ જાળવી રાખો.

કારમાં ઈંધણ કોઈપણ પ્રકારનું હોઈ શકે છે, પરંતુ સારી માઈલેજ માટે સૌથી જરૂરી છે કે ટાયરમાં હવાનું દબાણ બરાબર રહે. ટાયરમાં હવાનું ઓછું દબાણ એટલે પાવરટ્રેન પર દબાણ વધે છે, જે બદલામાં વધુ ઇંધણના વપરાશ તરફ દોરી જાય છે. તેથી, હંમેશા ટાયરમાં હવાનું દબાણ જાળવી રાખો.

Also read Best 0% Introductory APR Credit Cards for 2023

ગેસ લીડમાં કોઈ લીકેજ છે કે કેમ તે તપાસો

ઈંધણની ટાંકીમાંથી સીએનજી ગેસ બાષ્પીભવન થઈ શકે છે. આ માટે ગેસ લીડમાં કોઈ લીકેજ છે કે કેમ તે તપાસો. ગેસ લીડ ચુસ્તપણે સીલ થયેલ છે કે નહીં. ઉપરાંત, કારને હંમેશા છાંયડામાં અથવા ઝાડ નીચે પાર્ક કરો. જેથી કાર પર સૂર્યપ્રકાશ સીધી અસર ન કરે અને સીએનજી ગેસના બાષ્પીભવનની શક્યતાઓ ઓછી રહે.

Also read ઉનાળામાં શા માટે કાચી કેરીનું સેવન ગણાય છે અમૃત સમાન?

કારના એર ફિલ્ટરને નિયમિતપણે ચેક કરતા રહો

કારના એર ફિલ્ટરને નિયમિતપણે ચેક કરતા રહો અને જરૂર પડ્યે તેને બદલતા રહો. જો એર ફિલ્ટર ગંદકી અથવા ધૂળથી ભરાઈ જાય, તો પાવરટ્રેન વધુ ઇંધણ વાપરે છે અને તેથી કારની માઇલેજ ઘટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top